દર્શન ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી Darshan dyo maa shri yamunaji hu to bija kasha thi nathi raji
દર્શન ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી..
પાન કરાવો અમૃત જલનાં જોર હઠાવો માયા બળનાં
રટણ કરાવો શ્રી રાધાવરનાં દર્શન ઘો મા શ્રીયમુનાજી.
સરને પડ્યો છું દુઃખડાં કાપો તાપ નિવારી સુખડાં આપો
યુગલ સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપો દર્શન ઘો મા શ્રીયમુનાજી.
અહર્નિશ સેવામાં દિન ગાળું કૃષ્ણ કૃપાળુ દીનતા માગું
અવિચળ પદ માગું પાયે લાગું દર્શન ધો મા શ્રી યમુનાજી...
માયાજાળ ટાળો શ્રી મહારાણી માજી લીલામાં લો તાણી
દૈવી જીવ ઉપર કરુણા આણી દર્શન ઘો મા શ્રી યમુનાજી...
છોડાવી દો વિષયાસક્તિ માનસી સેવામાં અનુરક્તિ
શ્યામ ચરણમાં ઘો મા દ્રઢ ભક્તિ દર્શન ઘો મા શ્રી યમુનાજી...
દુર્ગુણ મારા કાઢી નાખો વાંક અમારો હોય તો સાંખો
વ્રજમાં વાસ કરું એમ મુખ ભાખો દર્શન ધો મા શ્રીયમુનાજી...
લાલા લહેરી સેવક તારો દીન થઈ આયો અતિ દુઃખિયારો
ઉગરવાનો બીજો મા નથી આરો દર્શન ધો મા શ્રી યમુનાજી.,
English Translation :
Darśana ghō mā śrī yamunājī, huṁ tō bījā kaśāthī nathī rājī..
Pāna karāvō amr̥ta jalanāṁ jōra haṭhāvō māyā baḷanāṁ
Raṭaṇa karāvō śrī rādhāvaranāṁ darśana ghō mā śrīyamunājī.
Saranē paḍyō chuṁ duḥkhaḍāṁ kāpō tāpa nivārī sukhaḍāṁ પણ
Yugala svarūpa mārā hr̥dayamāṁ sthāpō darśana ghō mā śrīyamunājī.
Aharniśa sēvāmāṁ dina gāḷuṁ kr̥ṣṇa kr̥pāḷu dīnatā māguṁ
Avicaḷa pada māguṁ pāyē lāguṁ darśana dhō mā śrī yamunājī...
Māyājāḷa ṭāḷō śrī mahārāṇī mājī līlāmāṁ lō tāṇતો
Daivī jīva upara karuṇā āṇī darśana ghō mā śrī yamunājī...
Chōḍāvī dō viṣayāsakti mānasī sēvāmāṁ anurakti
śyāma caraṇamāṁ ghō mā draḍha bhakti darśana ghō mā śrī yamunājī...
Durguṇa mārā kāḍhī nākhō vāṅka amārō hōya tō sāṅkhō
vrajamāṁ vāsa karuṁ ēma mukha bhākhō darśana dhō mā śrīyamunājī...
Lālā lahērī sēvaka tārō dīna tha'ī āyō ati duḥkhiyārō
ugaravānō bījō mā nathī ārō darśana dhō mā śrī yamunājī.,
Comments
Post a Comment
આપના અમૂલ્ય મંતવ્ય બદલ આભાર
જય શ્રી કૃષ્ણ :