હરિ તારાં હજાર નામ કયે નામે લખવી કંકોતરી Hari tara chhe hazaar naam kaye naame lakhvi kankotri
હરિ તારાં છે હજારનામ
હરિ તારાં હજાર નામ કયે નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
દ્વારિકાનો રાય રણછોડ...કયે
કોઈ સીતારામ કહે કોઈ રાધેશ્યામ કહે
કોઈ કહે નંદનોકિશોર.....કયે
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
- અંતે તો એકનો એક .....કયે
ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર
પહોંચે ન પૂરો વિચાર.....કયે
નરસિંહ મહેતાનો સ્વામી શામળીઓ
મીરાંનો ગિરીધર ગોપાળ....કયે
Comments
Post a Comment
આપના અમૂલ્ય મંતવ્ય બદલ આભાર
જય શ્રી કૃષ્ણ :